Dr. BabaSaheb Ambedkar Open University

'Jyotirmay' Parisar, Opp. Shree Balaji Temple, Sarkhej-Gandhinagar Highway, Chharodi, Ahmedabad - 382481.
Email : feedback@baou.edu.in,   Toll Free No. : 1800 233 1020

Online Admission Form ભરવા અંગે અગત્યની સૂચનાઓ


         Spl.B.Ed. અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારે સૌ પ્રથમ માહિતી પુસ્તિકાના પાછળનાં કવર પેઈજ પર ચોંટાડેલ બ્રાઉન હોલો સ્ટીકર ધ્યાનપૂર્વક ખોલવું જેથી નીચે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેના યુઝરનેઈમ અને પાસવર્ડ મળશે. આ યુઝરનેઈમ-પાસવર્ડની મદદથી પ્રવેશાર્થીએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઈટ www.baou.edu.in પર આપેલ બી.એડ્. ઓનલાઈન એન્ટ્રન્સ ટેસ્ટ એપ્લીકેશન લીંક પર સૂચનાઓને અનુસરીને રજીસ્ટ્રેશન કરવું. અને ક્રમબદ્ધ સોપાનોમાં અરજીની કાર્યવાહી પૂરી કરવી.

>>>રજીસ્ટ્રેશન ફોર્મની એન્ટ્રી Mozilla બ્રાઉઝરમાં જ કરવાની રહશે.

>>> રજીસ્ટ્રેશન શરૂ કરતા પહેલા શૈક્ષણિક લાયકાત માટેનાં તથા અન્ય જરૂરી તમામ Documents સ્કેન કરી યોગ્ય Sizeમાં સોફ્ટકોપીમાં સાથે રાખવા

>>>પરીણિતબહેનોએ લગ્ન પછીના નામ અંગેની ગેઝેટની કોપી હોય, તો જ બદલાયેલ નામથી રજીસ્ટ્રેશન કરવું. જો તે ન હોય તો શૈક્ષણિક લાયકાત દર્શાવતી માર્કશીટમાં દર્શાવેલ નામથી જ રજીસ્ટ્રેશન કરવું.

>>>Online Registration કરતી વખતે કોઈ પણ પ્રકારની સમસ્યા જણાય કે ક્ષતિ થાય તો spl.edu@baou.edu.in ઈ-મેઈલ ID પર Screen-Shot, Mobile No. User name અને Password સાથેનો ઈ-મેઈલ કરવો. થયેલ સમસ્યા જણાવવી જેથી તેનો ઉકેલ મળી શકે.

>>>Online Registrationની પ્રક્રિયા સરળ છે. જે સ્વયં કરવી. જરૂર લાગે તો ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદ ખાતે વિનામૂલ્યે Online Registrationની સહાય મળશે.

>>>  Step-01 : Online Registration પર કલીક કરવું. જે પેજ ખુલે તેમાં સૂચના મુજબ નામ, જાતિ અને વિષય ની વિગતો ભરવી. આ વિગતો એકવાર સબમીટ કર્યા પછી બદલી શકાશે નહિ, તેથી ધ્યાનપૂર્વક લખી યુઝરનેઈમ અને પાસવર્ડ આપીને સબમીટ કરો. આપેલ મેનુમાં “Sign-in” પર ક્લિક કરી યુઝરનેઈમ અને પાસવર્ડ આપવો.
>>>  Step-02 : Sign-in કર્યા પછી Form Entry પર ક્લિક કરી દરેક વિગત કેપિટલ લેટર્સમાં ભરવી.
>>>  Step-03 : Upload Documents મેનુમાં જઈ નીચે મુજબમાં Documents Upload કરવા. ધ્યાનમાં રાખો કે Documents ની Size વધુ હશે, તો તેને Resize કરી પછી Upload કરવા.
1. પાસપોર્ટ સાઇઝનો ફોટો
2. ઉમેદવારની સહી
3. શાળા છોડ્યાનું પ્રમણપત્ર
4. સ્નાતક ડિગ્રીની માર્કશીટ (B.A./ B.COM./B.SC./B.E.)
5. અનુસ્નાતક ડિગ્રીની માર્કશીટ (M.A./M.COM./M.SC./M.E.)
6. RCI માન્ય ડિપ્લોમાં કોર્સની માર્કશીટ
7. દિવ્યાંગ હોવા અંગેનું પ્રમાણપત્ર(PH) (જો લાગુ પડતું હોય તો)
8. દિવ્યાંગ વ્યક્તિના માતા-પિતા (જો લાગુ પડતું હોય તો બાળકનું પ્રમાણપત્ર જોડવું)
9. કાસ્ટ સર્ટિફિકેટ (SC/ST/SEBC)
>>>  Step-04 : ડોક્યુમેન્ટ અ૫લોડ કર્યા બાદ પ્રવેશાર્થીને સ્ક્રીન ૫ર પોતાના ભરેલ ફોર્મની વિગત જોવા મળશે. જો તેમાં સુધારો કે ક્ષતિ જણાય તો નીચે આપેલ ‘Edit Option’ ૫ર ક્લીક કરી સુધારો કરવાનો રહેશે તેમજ જો ક્ષતિ ન જણાય તો ‘Final Admission Submission’ ૫ર ક્લીક કરવાનું રહેશે. જે કરવાથી પ્રવેશાર્થીનું e-Admission Form PDFમાં જનરેટ થશે. જેને પ્રિન્ટ કરી પ્રવેશાર્થીએ નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી ૫સંદ કરેલ સ્ટડી સેન્ટર ૫ર આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
>>>  Step-05 : પ્રિંટ કરેલ ફોર્મની સાથે ઉપર જણાવેલ તમામ ડોકયુમેન્ટસની Self attested (સ્વયં પ્રમાણિત) કરી, કોપીનું બીડાણ કરી ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ સ્વખર્ચે Spl.B.Ed. વિભાગ પર રૂબરૂ અથવા રજીસ્ટર્ડ પોસ્ટ થી સમયસર પહોચે તે રીતે મોકલી દેવું.
>>>Spl.B.Ed. પ્રવેશ માહિતી પુસ્તિકા સાથે આપવામાં આવેલ કવરમાં સ્પે.બી.એડ્. પ્રવેશ ફોર્મ અને નીચે મુજબ પ્રમાણપત્રો મુકી યુનિવર્સિટી ખાતે પોસ્ટ/રૂબરૂ જમા કરાવવા.
>>>RCI માન્ય અભ્યાસક્રમનું ગુણપત્રક, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ માર્કશીટ જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગ(PH 60% વિકલાંગતાનું) પ્રમાણપત્ર, LC વગેરે સાથે બીડાણમાં મૂકવા.
>>>પ્રવેશ પરીક્ષા અને અન્ય સૂચનાઓ માટે નિયમિત રીતે યુનિવર્સિટી વેબસાઈટ www.baou.edu.in જોવા વિનંતી

Developed by Computer Department, BAOU