Dr. BabaSaheb Ambedkar Open University

'Jyotirmay' Parisar, Opp. Shree Balaji Temple, Sarkhej-Gandhinagar Highway, Chharodi, Ahmedabad - 382481.
Email : feedback@baou.edu.in,   Toll Free No. : 1800 233 1020

Online Admission Form ભરવા અંગે અગત્યની સૂચનાઓ


                                                                Master – SY
      
• ઓનલાઈન રિ-રજીસ્ટ્રેશન મેળવવા માટે નીચે જણાવેલ સ્ટેપ મુજબ ફોર્મ ભરવાનું રહેશે.          
1. Registration          
2. Sign In          
3. Pay Fees          
4. Form Entry          
5. Document Uploads          
6. Print Form
>>>પ્રવેશાર્થીએ પ્રવેશફોર્મની એન્ટ્રી Mozilla બ્રાઉઝરમાં જ કરવાની રહેશે.
>>>પ્રવેશાર્થી ને Online Application Form ભરવામાં જો કોઈ પણ પ્રકારની ક્ષતિ જણાય તો baou.admission@baou.edu.in ઈ-મેલ Id પર Screen Shot,Username અને Password ઈ-મેલ કરવો.
>>>  Step-01 : Registration:
• પ્રવેશાર્થીએ સૌ પ્રથમ I-Card માં દર્શાવેલ નોંધણી નંબરથી તથા જે વર્ષ (M.A.-II)માં પ્રવેશ મેળવવાનો હોય તે વર્ષ સિલેક્ટ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
• પ્રવેશાર્થીએ પોતાનું નામ I-Card માં દર્શાવેલ નામ મુજબ જ ભરવાનું રહેશે.
• પ્રવેશાર્થીએ જાતિ અને કોર્સ પસંદ કરવાનો રહેશે.
• પ્રવેશાર્થી ફ્રીશીપ કાર્ડ ધરાવતો હોય તો ‘Yes’ વિકલ્પ પસંદ કરવો.
• રજીસ્ટ્રેશન કર્યા બાદ તેમાં વર્ષ, નામ અને ફ્રીશીપ કાર્ડના વિકલ્પમાં એક જ વખત સુધારો કરી શકશે તેથી ચોકસાઈપૂર્વક રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
>>>  Step-02 : Sign In:
• M.A-II 3, 4 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સિસ્ટમ દ્વારા On-screen User Name & Password મેળવી શકાશે, જેનાથી Sign In કરી શકશે.
• Sign In કરતા પહેલા પ્રવેશાર્થીએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
• પ્રવેશાર્થી પોતાનો Password બદલી શકશે જેમાં પ્રવેશાર્થી જૂનો Password આપી નવો Password Set કરી શકશે.
>>>  Step-03 : Pay Fees:
પ્રવેશાર્થીએ ‘Pay Fees’ ૫ર ક્લીક કરવાનું રહેશે. પ્રવેશાર્થીએ કોર્સની ફી બે વિકલ્પમાંથી એક વિકલ્પ પસંદ કરી ભરવાની રહેશે (SBI Collect, e-Challan), જેની વિગત નીચે દર્શાવેલ છે.
(1) SBI Collect : જો પ્રવેશાર્થીએ SBI Collect થી ફી ભરવી હોય તો આપેલ મેનુમાંથી ‘SBI Collect’ ૫ર ક્લીક કરી ‘Gujarat’ વિકલ્પ ૫સંદ કરો. ત્યારબાદ ‘Educational Institution’ વિકલ્પ ૫સંદ કરી ‘Dr. Babasaheb Ambedkar Open University’નો વિકલ્પ ૫સંદ કરો. જેમાં ‘Course-Category’ ૫સંદ કરવાની રહેશે. ત્યારબાદ SBI કે અન્ય બેંકના નેટ બેંકીંગ, ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડથી ફી ભરી શકાશે. જેની રીસીપ્ટની પ્રિન્ટ કાઢવાની રહેશે.
(2) e-Challan : જો પ્રવેશાર્થીએ e-Challan થી ફી ભરવી હોય તો આપેલ મેનુમાં ‘Pay Fees’ ૫ર ક્લીક કરી e-Challan ૫ર ક્લીક કરવાનું રહેશે. જેનાથી e-Challan ની PDF On Screen જોઇ શકાશે. જેમાં પ્રવેશાર્થીએ પોતાનું નામ, કોર્સની ફી વગેરે વિગતોની ચકાસણી કરવાની રહેશે. જો ભરેલ વિગતમાં ક્ષતિ ન હોય તો તેની પ્રિન્ટ કાઢવાની રહેશે તથા નજીકની SBIની શાખામાં જઇ e-Challan માં દર્શાવેલ કોર્સ મુજબની ફી રોકડેથી ભરવાની રહેશે.
>>>  Step-04 : Form Entry:
• પ્રવેશાર્થીએ માહિતી પુસ્તિકામાં આપેલ કોર્સ પ્રમાણે સ્ટડી સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે.
• પ્રવેશાર્થીએ પોતાનું પૂરું સરનામું (ઘર નંબર, સોસાયટી/મહોલ્લો/એરિયા, શહેર, જિલ્લો, પીન કોડ અને મોબાઈલ નંબર) વગેરે વિગત ફરજિયાત ભરવાની રહેશે.
• પ્રવેશાર્થીએ પોતાની Personal Details માં Birthdate, Religion, Blind, Handicap, Sex, Professional, Income વગેરે વિગત ભરવાની રહેશે.
• પ્રવેશાર્થીને Payment અંગેનો જે વિકલ્પ પસંદ કરેલ હશે તે સિલેક્ટ કરી તેની વિગત (જનરલ નંબર, ફીની રકમ અને ફી ભર્યાની તારીખ) ભરવાની રહેશે.
• તમામ માહિતી ભર્યા બાદ પ્રવેશાર્થીએ Save બટન પર ક્લિક કરવાનું રહેશે.
>>>  Step-05 : Document Uploads:
• પ્રવેશાર્થીએ Online Admissionના મેનુમાં ડોક્યુમેન્ટ અ૫લોડમાં જઇ સ્કેન કરેલ ડોક્યુમેન્ટ (I-Card, કાસ્ટ સર્ટિફિકેટ , ફીની રીસીપ્ટ) અ૫લોડ કરવાના રહેશે. (I-Card, કાસ્ટ સર્ટિફિકેટ, ફીની રીસીપ્ટની size 100kb થી 150kb સુધીની અપલોડ કરવાની રહેશે.)
• પ્રવેશાર્થીએ રેડ માર્ક કરેલ ફિલ્ડના ડોક્યુમેન્ટસ ફરજિયાત અ૫લોડ કરવાના રહેશે.
• જે પ્રવેશાર્થી SC/ST કેટેગરી ધરાવતા હોય તેમણે કાસ્ટ સર્ટિફિકેટ ફરજિયાત અ૫લોડ કરવાનું રહેશે.
>>>  Step-06 : Print form :
• પ્રવેશાર્થીએ Print Form આપતા પહેલા તમામ વિગતો ચેક કરવાની રહેશે.
• પ્રવેશાર્થી જ્યાં સુધી Final-Submission ન કરે ત્યાં સુધી ફોર્મમાં સુધારો કરી શકશે.
• પ્રવેશાર્થીએ ત્યારબાદ Final-Submission બટન પર ક્લીક કરવાનું રહેશે.
• પ્રવેશાર્થીએ E-Admission Form પ્રિન્ટ કરી નીચે મુજબના ડોક્યુમેન્ટ અટેચ કરી ૫સંદ કરેલ સ્ટડી સેન્ટર ૫ર આપેલ સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
1. I-Card
2. કાસ્ટ સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
3. ફીની રીસીપ્ટ

Developed by Computer Department, BAOU